Skip to main content

Posts

Showing posts from February, 2024

બીલીમોરાની વી.એસ.પટેલ કોલેજ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી

 બીલીમોરાની વી.એસ.પટેલ કોલેજ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી

Khergam: પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો.

                                              Khergam: પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો. તારીખ : ૨૪-૦૨-૨૦૨૪નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળામાં 'સ્પોર્ટ્સ ડે' ઉજવાયો હતો. આ સ્પોર્ટ્સ ડેની ઉજવણીમાં ધોરણ ૧થી૫નાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સંગીત ખુરશી, સોય દોરો, સિક્કા શોધ, લીંબુ ચમચી, રીંગણ પકડ, કેળાં કૂદપકડ, માટલી ફોડ અને ગાળિયા પસાર  જેવી રમત રમાડવામાં આવી હતી. બાળકોએ સ્પોર્ટ્સ ડે ઉજવણીમાં  ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રથમ ક્રમાંક મેળવવા પ્રયત્ન કરતાં જોવા મળ્યા હતા. વિજેતા બાળકોને ઇનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. તેમજ શાળાનાં આચાર્યશ્રી વાસંતીબેન પટેલ દ્વારા ભાગ લીધેલ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.

Tapi: ઉચ્છલ તાલુકાની મા દેવમોગરા કોલેજના વિદ્યાર્થીઓએ સુરત ખાતે યોજાયેલ ૫૦મી એટલેટીક મીટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું.

      તાપી જિલ્લાનું ગૌરવ: Tapi: ઉચ્છલ તાલુકાની મા દેવમોગરા કોલેજના વિદ્યાર્થીઓએ સુરત ખાતે યોજાયેલ ૫૦મી એટલેટીક મીટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું. જગદીશ ગામીતે બરછી ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જ્યારે અન્ય વિદ્યાર્થીએ ઉંચીકૂદમાં તૃતીય ક્રમે સ્થાન મેળવ્યું. માહિતી બ્યુરો, તાપી. તા.21:  ઉચ્છલની મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ,જિલ્લો તાપીના કુલ ૧૮ ભાઈઓ અને બહેનોએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરત ખાતે તા.૧૫,૧૬ અને ૧૭ દરમ્યાન યોજાયેલ યુનિ.ની ૫૦મી એટલેટીક મીટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.  અને કોલેજના વિદ્યાર્થી જગદીશ ગામીતે બરછી ફેંક સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ વિજેતા બની ને ગોલ્ડ મેડલ જીતી તાપી જિલ્લાનું નામ રોશન કર્યું હતું. તેમજ આ જ વિદ્યાર્થીએ ઉંચીકૂદમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને તૃતીય ક્રમે સમગ્ર યુનિ.માં વિજેતા બનીને બ્રોંઝ મેડલ પ્રાપ્ત કરીને સમગ્ર જિલ્લા સહિત ઉચ્છલની સરકારી કોલજનું નામ રોશન કર્યું હતું. કોલેજના આચાર્ય ડો.કલ્યાણીબેન ભટ્ટના સીધા માર્ગદર્શનમાં વર્ષ દરમ્યાન અનેકવિધ રમતગમતોમાં ભાગ લેવડાવી વિદ્યાર્થીઓને વિવિધ ...