Skip to main content

બીલીમોરાની વી.એસ.પટેલ કોલેજ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી

 બીલીમોરાની વી.એસ.પટેલ કોલેજ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી

Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ.

                     

 Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ.

  • ભાઈઓની ફાઈનલ મેચમાં ચીખલી ટીમ ચેમ્પિયન.
  • બહેનોની ફાઈનલ મેચમાં વાંસદા ટીમ ચેમ્પિયન.
  • આ ટૂર્નામેંટમાં ભાઈઓ માટે ટેનીસ નીવ્યા હેવી અને બહેનો માટે સ્ક્વેર કટ લાઇટ બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તારીખ:- --16/03/2024 અને તા:17/03/2024ને શનિવાર અને રવિવારના રોજ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે નવસારી જીલ્લાના 6 તાલુકાનાં ભાઈઓ અને બહેનોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટનું  આયોજન  કરવામાં આવ્યું હતું.

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છ તાલુકાની ભાઈઓની અને બહેનોની મળી એમ કુલ 12 ટીમેએ ભાગ લીધો હતો.દરેક તાલુકાની ભાઈઓની ટીમે પાંચ પાંચ લિંગ મેચ રમ્યા બાદ બે સેમિફાઇનલ અને ત્યારબાદ એક ફાઇનલ મેચ રમ્યા. જેમાં શિક્ષક ભાઈઓ ની ફાઇનલ મેચમાં ચીખલી તાલુકાની ટીમ ચેમ્પિયન બની અને રનર્સ અપ તરીકે જલાલપોર તાલુકાની ટીમ રહી હતી.

બહેનોની દરેક તાલુકાની છ ટીમે ભાગ લીધો દરેક ટીમે ત્રણ ત્રણ લિંક મેચ રમ્યા જેમાં શિક્ષિકા બહેનોની વાંસદા તાલુકાની ટીમ ચેમ્પિયન બની અને ખેરગામ તાલુકાની ટીમ રનર્સ અપ રહી હતી.


નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપકુમાર પટેલ, મહામંત્રી  હેમંતસિંહ સોલંકી સહિત હોદ્દેદારો, નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રાજેશભાઈ ચૌધરી સહિત હોદ્દેદારો, ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હિતેશભાઈ પટેલ સહિત હોદેદારો, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિવ્યેશકુમાર ચૌહાણ સહિત હોદ્દેદારો, જલાલપોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરણભાઈ પટેલ સહિત હોદ્દેદારો, ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ  કલ્પેશભાઈ ટંડેલ સહિત હોદ્દેદારો, વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિત હોદ્દેદારો,  નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિશાલસિંહ અને ચીખલી પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિજયભાઈ, ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. 

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપકુમાર તથા મહામંત્રી હેમંતસિંહ ચૌહાણ સહિત જિલ્લા સંઘના હોદ્દેદારો  અને તમામ તાલુકાનાં પ્રમુખશ્રીઓ  દ્વારા વિજેતા ચીખલી ટીમને અને રનર્સ અપ જલાલપોર ટીમને ટ્રોફી એનાયત કરી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.

આ ક્રિકેટ ટુર્નામેન્ટ તમામ ખેલાડીઓના સંપૂર્ણ સહકાર થકી અને તમામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારોના સુચારુ આયોજન સહકાર થકી સફળતાપૂર્વક સંપન્ન કરી શક્યા.જે બદલ ભાગ લેનાર તમામ ખેલાડી ભાઈઓ બહેનો તથા પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડનાર તમામ તાલુકા ઘટક પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો તથા સમગ્ર આયોજનમાં સહભાગી તાલુકા અને જિલ્લા પ્રાથમિક શિક્ષકના તમામ હોદ્દેદાર મિત્રો તથા શિક્ષક ભાઈઓ બહેનોનો  જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખશ્રી દિલીપકુમાર પટેલ તથા મહામંત્રી હેમંતસિંહ ચૌહાણે  અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


Comments

Popular posts from this blog

Vapi : પરીયા ગામે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ સ્પર્ધામાં અમદાવાદની ટીમ વિજેતા

Vapi  : પરીયા ગામે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ સ્પર્ધામાં અમદાવાદની ટીમ વિજેતા પોસ્ટ ક્રેડિટ : સંદેશ ન્યૂઝ 

Khergam (pomapal): ખેરગામ તાલુકાના પ્રાથમિક શિક્ષક પ્રવિણભાઈ પટેલે નેશનલ મા.ઍથ્લે.મા પાંચ ચંદ્રક મેળવ્યા.

 Khergam (pomapal): ખેરગામ તાલુકાના પ્રાથમિક શિક્ષક પ્રવિણભાઈ પટેલે નેશનલ મા.ઍથ્લે.મા પાંચ ચંદ્રક મેળવ્યા. તા.7 જૂનથી થી 10 જૂન દરમ્યાન આણંદ-વિદ્યાનગર ખાતે છઠ્ઠી નેશનલ માસ્ટર્સ ઍથ્લેટિક્સ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતભરમાંથી ઘણા બધા ખેલાડીઓએ ભાગ લીધો હતો. નવસારી જિલ્લામાંથી ખેરગામ તાલુકામાં બહેજ પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે સેવા બજાવતા અને ખેરગામ પોમાપાળ ફળિયાનાં રહેવાસી નિવૃત્ત શિક્ષક ગુલાબભાઈ પટેલનાં  55 વર્ષ કરતાં વધુ વયના પુત્ર  પ્રવિણભાઈ  પટેલે ભાગ લઈ પાંચ પાંચ ચંદ્રકો મેળવવાની મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે આ સિદ્ધિ મેળવી ખેરગામ અને નવસારી જિલ્લાનું નામ રાજ્યભરમાં ગુંજતું કર્યું હતું. 400 મી દોડમા પ્રથમ., 400×4 મી. રીલે દોડમાં પ્રથમ, 4x100 મી. રીલે દોડમાં પણ પ્રથમ, ત્રિપલજંપમા પ્રથમ તથા 800 મી. દોડમાં બીજાક્રમે વિજેતા બની ચાર સુવર્ણ (ગોલ્ડ) તથા એક રજત ચંદ્રક (સિલ્વર મેડલ) મેળવી પાંચ પાંચ ચંદ્રક વિજેતા નવસારી જિલ્લામાં બની સિદ્ધિ હાંસલ કરી હતી.  પાંચ મેડલ જીતી ખેરગામ તાલુકા તથા બહેજ પ્રા શા.નું નામ રોશન કર્યું હતું. મહાખેલ રત્ન સમા પ્ર...

Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

                            Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તારીખ:૨૫-૦૩-૨૦૨૪નાં સોમવારના દિને ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ ટાણે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.  જેમાં સમસ્ત વેણફળિયાનાં યુવાનોની કુલ છ ટીમોએ ભાગ લીધો હતો.જેમાં જોહાર ઈલેવન, નિકુંજ ઈલેવન, સંદિપ ઈલેવન, વિક્કી ઈલેવન, નહેર ઈલેવન, અને અજય ઈલેવનનો સમાવેશ થાય છે.   જેમાં વિક્કી ઈલેવન અને નહેર ઈલેવન વચ્ચે ફાઇનલ મુકાબલામાં વિક્કી ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે નહેર ટીમ રનર્સ અપ બની હતી. જે ખેલાડીઓ ૧૬ વર્ષથી લઈને ૪૫ વર્ષ સુધીની વય ધરાવે છે. આ ટુર્નામેન્ટનું  આયોજન સતત સાત વર્ષથી થઈ રહ્યું છે. જે વેણ ફળિયાનાં યુવાઓની એકતા અને ભાઈચારાની મિશાલ રજૂ કરે છે.  આ કાર્યક્રમમાં યુવાનો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સતત સાત વર્ષથી કરવામાં આવે છે.  ટ્રોફીનું યોગદાન ઉજ્જવલ પટેલ તરફથી મળ્યું હતું.તેમજ મહાપ્રસાદ માટે આશિષ પટેલ, જયદીપ પટેલ,...