Skip to main content

બીલીમોરાની વી.એસ.પટેલ કોલેજ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી

 બીલીમોરાની વી.એસ.પટેલ કોલેજ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી

Chikhli: મહિલાઓમાં આર્યા ઈલેવન અને પુરુષોમાં રિયાન ઈલેવન ચેમ્પિયન

 Chikhli: મહિલાઓમાં આર્યા ઈલેવન અને પુરુષોમાં રિયાન ઈલેવન ચેમ્પિયન

Post credit: Sandesh news 

ચીખલી તાલુકાના ધેજ ગામના વાંઝરી ફળિયામાં સાંઢપાડા ક્રિકેટ એસોસિયેશન આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મહિલાઓની ટીમમાં આર્યા ઇલેવન અને પુરુષમાં રિયાન ઇલેવન ચેમ્પિયન બની હતી. 

ઘેજ વાંઝરી ફળિયામાં છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિક કક્ષાએથી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં વિશેષતા એ છે કે મહિલાઓ માટે પણ ટૂર્નામેન્ટ યોજાતી હોય છે. જેમાં ગામની મહિલાઓ-યુવતીઓ પણ ક્રિકેટના મેદાનમાં ઉતરતી હોય છે. ચાલુ સિઝને રવિવારના રોજ યોજાયેલી ટૂર્નામેન્ટમાં સાચી ઇલેવન, હેમંત ઇલેવન, જીતુ ઈલેવન, રિયાન ઈલેવન મહિલાઓની આર્યા ઇલેવન અને રિયાન ઇલેવન એમ આઠ જેટલી ટીમો મેદાનમાં ઊતરી હતી. 

ટૂર્નામેન્ટનું ઉદ્દઘાટન તાલુકા પંચાયત સભ્ય ધર્મેશભાઈ, ભરડાના વોર્ડ સભ્ય પારુલબેન અગ્રણી ભીખુભાઈ, હરીશભાઈ, મયૂરભાઈ, હેમંતભાઈ, જીતુભાઈ, મંગુભાઈ સહિતનાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત ટૂર્નામેન્ટમાં ફાઇનલમાં હેમંત ઈલેવનનો ૪૧-૨નનો ટાર્ગેટ રિયાન ઈ લેવને પૂર્ણ કરતા રિયાન ઇલેવન ચેમ્પિયન થઇ હતી. જ્યારે મહિલાઓની ટીમમાં રિયાન ઈલેવનનો ૬૩-૨નનો લક્ષ્યાંક પૂર્ણ કરતા આર્યા ઇલેવન ચેમ્પિયન થઈ હતી. પુરુષોની ચેમ્પિયન

અને રનર્સઅપ ટીમના કપ્તાન જિમી પટેલ અને હેમંત પટેલ તથા મહિલાઓની ટીમના કપ્તાન રશ્મિતાબેન અને ટીયાબેન પટેલને મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ટૂર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ સિરીઝ આશિષ પટેલ અને બેસ્ટ બોલર તરીકે આનંદ પટેલને જાહેર કરાયા હતા. 

ટૂર્નામેન્ટના અંતે સામૂહિક ભોજન સાથે તમામ મહિલા-પુરુષો ખેલાડીઓ અને સ્થાનિકો ડીજે સંગીતના તાલે ઝૂમી ઊઠ્યા હતા અને ગરબાનો પણ આનંદ માણ્યો હતો. ટૂર્નામેન્ટને સફ્ળ બનાવવા તેજસભાઈ, હેમંતભાઈ, મયૂરભાઈ, મહેશભાઈ, ચેતનભાઈ સહિતના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

Comments

Popular posts from this blog

થાઇલેન્ડ ઑપન બેન્ડમિન્ટન ટુર્નામૅન્ટની પુરુષ ડબલ્સની સેમિફાઇનલમાં ભારતનો સામનો થશે કોરિયા સાથે

🔸થાઇલેન્ડ ઑપન બેન્ડમિન્ટન ટુર્નામૅન્ટની પુરુષ ડબલ્સની સેમિફાઇનલમાં ભારતનો સામનો થશે કોરિયા સાથે 🔸ભારતના ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડીનો મુકાબલો કોરિયાની ટીમ સાથે થશે. pic.twitter.com/47l8MeKn3W — DD News Gujarati (@DDNewsGujarati) May 18, 2024

સુરત:શહેરમાં 1500 ફુટબોલરમાંથી 70% માત્ર રાંદેર વિસ્તારના અહીં 1 કિલોમીટર એરિયામાં 40થી વધુ ફૂટબોલ ક્લબ છે

 સુરત:શહેરમાં 1500 ફુટબોલરમાંથી 70% માત્ર રાંદેર વિસ્તારના અહીં 1 કિલોમીટર એરિયામાં 40થી વધુ ફૂટબોલ ક્લબ છે

વાપી : દમણ આંબાવાડીના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાની ઈન્ડિયા સ્કીલ્સ સ્પર્ધામાં મેડલ જીત્યો

 વાપી : દમણ આંબાવાડીના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાની ઈન્ડિયા સ્કીલ્સ સ્પર્ધામાં મેડલ જીત્યો