Valsad : વલસાડમાં પ્રથમ વાર આયોજિત ચેસ સ્પર્ધામાં ૧૬૦ સ્પર્ધકોએ ભાગ લીધો
લીગ રાઉન્ડના અંતે જાહેર થયેલા પરિણામોમાં ઓપન કેટેગરીમાં પ્રથમ ક્રમે મુંબઈના નિમય ભાનુશાલીને રૂ. ૫૦૦૦, બીજા ક્રમે ભાવનગરના રોનક ચુડાસમાને રૂ. ૩૦૦૦ અને ત્રીજા ક્રમે નવસારીના નિહલ પટેલને રૂ. ૨૦૦૦નું રોકડ ઈનામ ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. અંડર ૧૫માં પ્રથમ ક્રમે લાખની નીવ, બીજા ક્રમે કાંતિ બિશ્વાસ અને ત્રીજા ક્રમે સ્પર્શ વ્યાસ જ્યારે અંડર ૧૨માં પ્રથમ ક્રમે મંત્ર ભાનુશાલી, બીજા ક્રમે આરુશ નીરખે અને ત્રીજા ક્રમે અંશ ગોહિલ વિજેતા જાહેર થયા હતા. અંડર ૯માં પ્રથમ ક્રમે કુંજ પાલીવાલ, બીજા ક્રમે વીર પટેલ અને ત્રીજા ક્રમે ધ્યેય પટેલ વિજેતા જાહેર થયા હતા. તમામ વિજેતાઓને રોકડ પુરસ્કાર, ટ્રોફી અને સર્ટિફિકેટ આર્ય સંસ્કારધામના સ્થાપક રમેશભાઈ શાહ અને રશ્મીબેન શાહ દ્વારા આપવામાં આવ્યા હતા. ટૂર્નામેન્ટમાં આરબીટર તરીકે ત્રિશૂળ પટેલ, ભાવિશા પટેલ, મહાદેવ રેવાંકરે સેવા આપી હતી. ટૂર્નામેન્ટને સફળ બનાવવા વલસાડ એકેડેમીના સ્થાપક ડો. દિપેશ શાહ શિવ યાદવ અને પ્રજ્ઞેશ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.
Post credit: Sandesh news
Comments
Post a Comment