બીલીમોરાની વી.એસ.પટેલ કોલેજ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી
Valsad : વલસાડમાં પ્રથમ વાર આયોજિત ચેસ સ્પર્ધામાં ૧૬૦ સ્પર્ધકોએ ભાગ લીધો આર્ય સંસ્કારધામ અને ચેસલવર એકેડેમીના સંયુક્ત ઉપક્રમે વલસાડ ઓપન ચેસ ટૂર્નામેન્ટનું આયોજન ગુંદલાવ ખાતે આવેલા પરિવાર હોટલના હોલમાં કરવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટમાં ઓપન. અંડર ૧૫ વર્ષ, ૧૨ વર્ષ અને ૯ વર્ષના સ્પર્ધકો માટેની ટૂર્નામેન્ટમાં ઉમરગામ, દમણ, વાપી, સેલવાસ, નવસારી, સુરત, બરોડા, અમદાવાદ અને ભાવનગરથી ચેસ રેટિંગ ધરાવતા ખેલાડીઓ સહિત કુલ ૧૬૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. લીગ રાઉન્ડના અંતે જાહેર થયેલા પરિણામોમાં ઓપન કેટેગરીમાં પ્રથમ ક્રમે મુંબઈના નિમય ભાનુશાલીને રૂ. ૫૦૦૦, બીજા ક્રમે ભાવનગરના રોનક ચુડાસમાને રૂ. ૩૦૦૦ અને ત્રીજા ક્રમે નવસારીના નિહલ પટેલને રૂ. ૨૦૦૦નું રોકડ ઈનામ ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. અંડર ૧૫માં પ્રથમ ક્રમે લાખની નીવ, બીજા ક્રમે કાંતિ બિશ્વાસ અને ત્રીજા ક્રમે સ્પર્શ વ્યાસ જ્યારે અંડર ૧૨માં પ્રથમ ક્રમે મંત્ર ભાનુશાલી, બીજા ક્રમે આરુશ નીરખે અને ત્રીજા ક્રમે અંશ ગોહિલ વિજેતા જાહેર થયા હતા. અંડર ૯માં પ્રથમ ક્રમે કુંજ પાલીવાલ, બીજા ક્રમે વીર પટેલ અને ત્રીજા ક્રમે ધ્યેય પટેલ વિજેતા જાહેર થયા ...

Comments
Post a Comment